Monday, June 9, 2008

એક ચોર રાત્રે એક ઘરમાં ચોરી કરવાના ઇરાદાથી દાખલ થયો

એક ચોર રાત્રે એક ઘરમાં ચોરી કરવાના ઇરાદાથી દાખલ થયો એટલામાં અવાજ થતાં પતિ-પત્ની જાગી ગયાં.
પત્ની ખાસ્સી નેવું કિલો વજનની હતી. ચોરને પકડીને તે એના ઉપર બેસી ગઇ અને પતિને કહેવા લાગી,
‘હું આનું ઘ્યાન રાખું છું, તમે જલદી જઇને પોલીસને બોલાવી આવો.’

પતિ ઘરમાં આમ તેમ કંઇક ફંફોળવા લાગ્યો. ખાસ્સી વાર થઇ છતાં તે ન જતાં પત્ની અકળાઇને બોલી,
‘હજુ સુધી તમે ગયા નથી? શું કરો છો?’ પતિએ કહ્યું, ‘મારા બૂટ નથી મળતા, તે શોધી રહ્યો છું.’

આ સાંભળીને માંડ માંડ અવાજ કાઢતાં ચોર બોલ્યો,
‘અરે, બૂટ મારા લઇ જાઓ, પણ જલદીથી પોલીસને બોલાવી લાવો. ભઇસાબ!’

0 comments: