Friday, May 9, 2008

છો મને ન તું મળે છો મને ન તું મળે, ન જગા તારા જગમાં મળે,

છો મને ન તું મળે
છો મને ન તું મળે, ન જગા તારા જગમાં મળે,
લાલસા એય નથી મને, કો’ સ્થાન તારા ઉરમાં મળે,
હા! અંતરમાં એક જ ઇચ્છા, અહર્નિશ સળવળે,
આંખો બંધ કરું હું જ્યાં, તુજ ઊર્મિનો સાગર મળે.
***
એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?
અફાટ રણને ગટગટાવી પીવ છું એજ આશમાં,
એકાદ બુંદ તો એમાં તારી ઊર્મિનુંયે ભળ્યું હશે!
***
વિશ્વામિત્ર સમ અચળ છું હું–ને નર્તન કરે છે મારી ચોપાસ તારી યાદ–
બની મેનકા! .......

0 comments: