Wednesday, January 9, 2008

સતત ઘડીયાળના કાંટા ફરે છે;

સતત ઘડીયાળના કાંટા ફરે છે;
ટકોરા ક્યારના વાગ્યા કરે છે !
પડ્યાં'તાં ત્યાં પગલાં તો
ઊભા છે,
ચરણ થંભ્યા વિના ચાલ્યા કરે છે .
ગયાં ભીનાશ મૂકીને , જનારાં ;
કૂવાકાંઠે તણખલા ફર-ફરે છે.
વિખરતા ડાયરાને ક્યાં ખબર છે ,
ખરલ માં ઘેન ઘૂંટાયા કરે છે !
રણકતી પાયલો તો થંભી ગઇ....?
હજી મહેફિલ આંખોમાં તરે છે.

0 comments: